dcsimg

એશિયાઇ સિંહ ( Gujarati )

provided by wikipedia emerging languages

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

 src=
સિંહણ
 src=
વૃક્ષ પર પેશાબ કરીને એશિયાટિક સિંહ તેના પ્રદેશને ચિહ્નિત કરે છે

વર્તણૂક

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે.[૨] સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

સિંહ-માનવી વચ્ચે અસ્તિત્વ સંઘર્ષ

  1. ભેંસાણ તાલુકાનાં જંગલની હદ પર આવેલા નાના એળા સામપરા ગામનાં ખેત મજૂરી કરતા હંસાબેન જેરામભાઈ ધામેચા (ઉ.વ.૪૨) આઠ મહિલાઓ સાથે સીમમાં ચણીયાબોર વીણવા ગયા હતાં ત્યારે અચાનક એક સિંહણ તેઓની સામે ચડી આવી હતી અને ઉભેલી મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં હંસાબેન ધામેચા સિંહણના પંજામાં આવી ગયા હતાં. તેમને સિંહણ ઢસડી બાજુના ખેતરમાં લઈ જઈ ત્યાં તેને દાંત તથા નહોર ભરાવી મોતને ઘાટ ઉતાર્યા હતાં. રેવન્યુ વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી મહિલાના પરિવારજનોને વળતર મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.[૩]
  2. માળીયા હાટીના તાલુકાના ચુલડીની સીમમાં બાબરા વીડીના ઘાસ કાપવાના કામ માટે આવેલા અને નાજાભાઈ દેસાભાઈની વાડીમાં ઝુંપડા બાંધી રહેતા દાહોદના શ્રમિક પરિવારનો રૂમાલભાઈ ડામોર (ઉ.વ.૬) નામનો બાળક કુદરતી હાજતે ગયો હતો. ત્યારે ત્યાં એક સિંહે આ બાળકને જોઈ તેના પર હુમલો કરીને ભક્ષણ કરી ગયો હતો.[૩]
  3. જાફરાબાદ નજીકના દરીયાકિનારે સિંહ આવી ચડતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આથી સિંહ ગભરાઈને દરીયામાં ઉતરી જાફરાબાદ દીવાદાંડી સુધી તરીને પહોચીં ગયો હતો[૪].

વસતી

ઇ.સ. ૨૦૧૫ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૫૨૩ છે.[૫]

આ વસતી નીચે મુજબનાં જિલ્લાનાં વિસ્તારમાં ફેલાયેલી છે.

સંદર્ભ

  1. અકિલા ન્યુઝ
  2. ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ ગુજરાત. p. ૩.
  3. ૩.૦ ૩.૧ ગુજરાત સમાચાર (૨૭ ડીસેમ્બર ૨૦૧૫). "૨૭ ડીસેમ્બર ૨૦૧૫નાં ગુજરાત સમાચારમાં છપાયેલા સમાચાર". ગુજરાત સમાચાર. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. દિવ્યભાષ્કર (૨ જાન્યુઆરી ૨૦૧૬). "દિવ્યભાષ્કરમાં છપાયેલા સમાચાર" (PDF). દિવ્યભાષ્કર. દિવ્યભાષ્કર. the original (PDF) માંથી ૩ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૩ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  5. અકિલા ન્યુઝ

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

એશિયાઇ સિંહ: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

 src= સિંહણ  src= વૃક્ષ પર પેશાબ કરીને એશિયાટિક સિંહ તેના પ્રદેશને ચિહ્નિત કરે છે
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો