dcsimg

તાડ બિલાડી ( Gujarati )

provided by wikipedia emerging languages

તાડ બિલાડી અથવા વનીયર નામે ઓળખાતું આ પ્રાણી કદમાં બિલાડી જેવડું હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયા, દક્ષિણ ભારત, શ્રીલંકા અને દક્ષિણ ચીનમાં જોવા મળે છે. આ પ્રાણીને અંગ્રેજીમાં 'ટોડ્ડી કેટ' (Toddy Cat), ફિલિપાઇન્સમાં 'મોતિત' (Motit), મલયાલમમાં 'મારપત્તિ' (marapatti) (અર્થાત 'વૃક્ષ શ્વાન' કે 'કાષ્ટ શ્વાન') અને શ્રીલંકાની સિંહાલી ભાષામાં 'ઉગુડુવા' (Uguduwa) પણ કહે છે.

વર્તણૂક

વૃક્ષ પર રહેતું આ પ્રાણી પ્રજનન માટે ઝાડની બખોલ કે પત્થરનું પોલાણ પસંદ કરે છે. આંબા તથા તાડનાં વૃક્ષ પર જોવા મળે છે. ક્યારેક માનવવસ્તીમાં પણ રહે છે. રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

તાડ બિલાડી: Brief Summary ( Gujarati )