ઘોરાડ (અંગ્રેજી : ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી પક્ષીઓની એક પ્રજાતિ છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ભારત દેશમાં પણ જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં આ પક્ષી જોવા મળે છે.
આ પક્ષીનું કદ ઊંચું, પેટનો ભાગ ધોળો, ડોક લાંબી અને નહોર તેમ જ પગ મોર જેવા હોય છે. પુખ્ત વયના પક્ષીનું વજન ૮-૧૪ કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે.