dcsimg

ચણોઠી ( Gudžarati )

tarjonnut wikipedia emerging languages
 src=
ચણોઠીની વેલ પર લાગેલ શીંગમાં ચણોઠીનાં બીજ

ચણોઠી અથવા રત્તી (Coral Bead) વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો કા આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ એના બીજના રંગમાં ભેદ જોવા મળે છે. અર્થાત સફેદ ચણોઠીમાં સફેદ તથા લાલ ચણોઠીમાં લાલ બીજ નિકળે છે. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલ્ટી અને ઝાડા થઇ જાય છે. ચણોઠીનાં મૂળ ભ્રમવશ જેઠીમધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવતાં હોય છે.

વિભિન્ન ભાષાઓમાં નામ

  • અંગ્રેજી: Coral Bead
  • હિન્દી: ગુંજા, ચૌંટલી, ઘુંઘુચી, રત્તી
  • સંસ્કૃત: સફેદ કેઉચ્ચટા, કૃષ્ણલા, રક્તકાકચિંચી
  • બંગાલી: શ્વેત કુચ, લાલ કુચ
  • મરાઠી: ગુંજા
  • ગુજરાતી: ધોળી ચણોઠી, રાતી ચણોઠી
  • તેલુગુ: ગુલુવિદે
  • ફારસી: ચશ્મેખરુસ
  • અરબી: હબસુફેદ

હાનિકારક પ્રભાવ

પાશ્ચાત્ય મતાનુસાર ચણોઠીનાં ફળોનું સેવન કરવાથી કોઈ હાનિ થતી નથી, પરંતુ ક્ષત પર લગાવવાથી વિધિવત કાર્ય કરતી હોય છે. સુશ્રુતના મત અનુસાર ચણોઠીની મૂળ ગણના છે કે ચણોઠીને આંખમાં નાખવાથી આંખોમાં જલન અને પાંપણોમાં સૂજન થઇ જતી હોય છે.

ગુણ

ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી, વીર્યવર્ધક (ધાતુને વધારનારી), બળવર્ધક (તાકાતને વધારનારી), તાવ (જ્વર), વાત, પિત્ત, મુખ શોષ, શ્વાસ, તૃષા, આંખોના રોગ, ખુજલી, પેટના કીડાઓ (કરમિયાં), કુષ્ટ (કોઢ) રોગને નષ્ટ કરનારી તથા વાળને માટે લાભકારી હોય છે. ચણોઠી અત્યંત મધૂર, પુષ્ટિકારક, ભારે, કડવી, વાતનાશક બળદાયક તથા રુધિર વિકારનાશક હોય છે. ચણોઠીનાં બીજ વાતનાશક અને અતિ વાજીકરણ હોય છે.

ચિત્રો

lisenssi
cc-by-sa-3.0
tekijänoikeus
વિકિપીડિયા લેખકો અને સંપાદકો
alkuperäinen
käy lähteessä
kumppanisivusto
wikipedia emerging languages

ચણોઠી: Brief Summary ( Gudžarati )

tarjonnut wikipedia emerging languages
 src= ચણોઠીની વેલ પર લાગેલ શીંગમાં ચણોઠીનાં બીજ