માછીમાર (અંગ્રેજી: Osprey, sea hawk, fish eagle, river hawk કે fish hawk), (Pandion haliaetus) એ મોટું, માછલીનો શિકાર કરતું, પક્ષી છે જે જળસ્રોતની આસપાસ વસવાટ કરે છે. આ પક્ષી 60 cm (24 in) કરતા વધુ લંબાઈ અને 180 cm (71 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. તે ઉપરના ભાગે કથ્થઈ અને પેટ તથા માથાના ભાગે રાખોડી રંગ ધરાવે છે.