બાવચી કે આવચી-બાવચી (વૈજ્ઞાનિક નામ: Psoralea corylifolia; સંસ્કૃત: बाकुची, सोमराजी, सोमवल्लिका; હિંદી: बकुची, सोमराजी; બંગાળી: হাকুচ, সোমরাজ; અંગ્રેજી: malaya tea) એ આયુર્વેદ અને તમિલ સિદ્ધ ઔષધ પ્રણાલીમાં વપરાતી એક અગત્યની ઔષધી છે. ચીની ઔષધીમાં પણ તે વપરાય છે. ગુજરાતીમાં આવચી-બાવચી તરીકે પણ ઓળખાતી આ વનસ્પતીનાં બીજ તેના ઔષધિય ગુણધર્મને કારણે આયુર્વેદ, સિદ્ધ અને ચીની ઔષધશાસ્ત્રમાં વપરાય છે. તેના બીજ સોરેલીન જેવા અનેક 'કૌમારિન ધરાવે છે. બાવચીના છોડ બે હાથ ઊંચા વધે છે. એનાં પાંદડાં સાધારણ નાનાં હોય છે. એ છોડ ઉપર કાળા રંગનાં મરી કરતાં પણ બારીક બિયાં આવે છે. તેનું તેલ દવામાં ઉપયોગી છે. બાવચી શરીરે ચોપડી સ્નાન કરવાથી ખરજનો નાશ થતો મનાય છે. બાવચી કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયન, મધુર, રુચિપ્રદ, રૂક્ષ, હૃદ્ય, અગ્નિદીપન, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડૂ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ તથા વાયુનો નાશ કરનાર ગણાય છે. [૧] એક મત પ્રમાણે બાવચીના બીજને તકમરિયાં કહેવામાં આવે છે.[૨]
ચીની ઔષધીઓમાં પણ બાવચીનો ઉપયોગ થાય છે. ચીની ભાષામાં તેને બુ ગુ ઝિ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ મૂત્રપિંડને સમારવામાં થાય છે. ચીની ઔષધશાસ્ત્રમાં યિન અને યાંગ એ બે મૂળભુત તત્વો છે (જેમ આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ છે). બાવચી મૂત્રપિંડના યાંગને કાબુમાં રાખવા માટે વપરાય છે. તેના દ્વારા ભાંગી ગયેલા હાડકા (ફ્રેક્ચર), કમરના અને ઘુંટણના દુખાવા, નપુંસકતા, પથારીમાં પેશાબ, ખરતા વાળ અને કોઢ જેવી સમસ્યાઓનું નિદાન થાય છે.[૩]
બાવચીનાં ફળનો અર્ક પ્રાયોગિક વાતાવરણમાં નોરેપિનેફ્રિન-ડોપામાઇન રિઅપટેક અવરોધક (norepinephrine-dopamine reuptake inhibitor) તરિકે વર્તતા હોવાનું સાબિત થયું છે.[૪]
બાવચીનાં બીજનો અર્ક પ્રયોગશાળામાં અંત:રસજાળ સંકુલ ૧ને અવરોધતો જોવા મળ્યો છે જેના પરથી તેમ માનવામાં આવે છે કે તે ઓક્સિડેટિવ તણાવ સામે ટકી રહેવામાં મદદરૂપ હશે.[૫]
બાવચીને કારણે યકૃત પર થયેલી આડઅસરનો એક કિસ્સો જાણીતો છે, જેમાં ૬૪ વર્ષની એક સ્ત્રીએ પોતાને થયેલા કોઢના નિવારણ માટે અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનપત્રના લેખકનું માનવું છે કે બાવચીમાં રહેલા સોરેલિન દ્રવ્ય જ તેના યકૃત પર થય્લી ઝેરી અસર માટે પ્રાથમિક રીતે જવાબદાર હતું.[૬]
બાવચીના અર્કમાં અનેક રાસાયણિક દ્રવ્યો રહેલા છે, જેમકે ફ્લેવેનોઇડ્સ (neobavaisoflavone, isobavachalcone, bavachalcone, bavachinin, bavachin, corylin, corylifol, corylifolin અને 6-prenylnaringenin), કૌમારિન્સ (સોરેલિડિન, સોરેલિન, આઇસોસોરેલિન અને એન્જેલિસિન) અને મેરોટર્પિન્સ (બાકુચિઓલ અને ૩-હાઇડ્રોક્સીબાકુચીઓલ).[૭]
બાકુચીના પર્ણમાં જેનિસ્ટિન નામના દ્રવ્યનું ઘણું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે.[૮]
|accessdate=
(મદદ) |year=
(મદદ) |year=
(મદદ)CS1 maint: Multiple names: authors list (link) |last૧=
ignored (મદદ); Unknown parameter |first૨=
ignored (મદદ); Unknown parameter |first૧=
ignored (મદદ); Unknown parameter |last૨=
ignored (મદદ); Check date values in: |year=
(મદદ) |year=
(મદદ)CS1 maint: Multiple names: authors list (link) |first૫=
ignored (મદદ); Unknown parameter |last૩=
ignored (મદદ); Unknown parameter |last૨=
ignored (મદદ); Unknown parameter |first૧=
ignored (મદદ); Unknown parameter |first૪=
ignored (મદદ); Unknown parameter |last૧=
ignored (મદદ); Unknown parameter |first૨=
ignored (મદદ); Unknown parameter |last૪=
ignored (મદદ); Unknown parameter |last૫=
ignored (મદદ); Unknown parameter |first૩=
ignored (મદદ); Check date values in: |year=
(મદદ) બાવચી કે આવચી-બાવચી (વૈજ્ઞાનિક નામ: Psoralea corylifolia; સંસ્કૃત: बाकुची, सोमराजी, सोमवल्लिका; હિંદી: बकुची, सोमराजी; બંગાળી: হাকুচ, সোমরাজ; અંગ્રેજી: malaya tea) એ આયુર્વેદ અને તમિલ સિદ્ધ ઔષધ પ્રણાલીમાં વપરાતી એક અગત્યની ઔષધી છે. ચીની ઔષધીમાં પણ તે વપરાય છે. ગુજરાતીમાં આવચી-બાવચી તરીકે પણ ઓળખાતી આ વનસ્પતીનાં બીજ તેના ઔષધિય ગુણધર્મને કારણે આયુર્વેદ, સિદ્ધ અને ચીની ઔષધશાસ્ત્રમાં વપરાય છે. તેના બીજ સોરેલીન જેવા અનેક 'કૌમારિન ધરાવે છે. બાવચીના છોડ બે હાથ ઊંચા વધે છે. એનાં પાંદડાં સાધારણ નાનાં હોય છે. એ છોડ ઉપર કાળા રંગનાં મરી કરતાં પણ બારીક બિયાં આવે છે. તેનું તેલ દવામાં ઉપયોગી છે. બાવચી શરીરે ચોપડી સ્નાન કરવાથી ખરજનો નાશ થતો મનાય છે. બાવચી કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયન, મધુર, રુચિપ્રદ, રૂક્ષ, હૃદ્ય, અગ્નિદીપન, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડૂ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ તથા વાયુનો નાશ કરનાર ગણાય છે. એક મત પ્રમાણે બાવચીના બીજને તકમરિયાં કહેવામાં આવે છે.