હરીત કપોતએ કપોત કુળના એવા પક્ષીઓની પ્રજાતિ છે કે જે મોટે ભાગે લીલા રંગના હોય છે. આ પ્રજાતિ એશીયા અને આફ્રિકામાં પ્રસરેલી છે. આ પ્રજાતિમાં કુલ ૨૩ જાતિઓનો સમાવેશ થાય છે અને આ બધા જ એમના વિલક્ષણ લીલારંગને લીધે "હરીત કપોત" એવા સર્વનામે ઓળખવામાં આવે છે. એેમનો આ લીલો રંગ એમના ખોરાકમાંના કેરોટેનોઇડ (અં:carotenoid) નામના રંગકણોને લીધે આવે છે. હરીત કપોત પ્રજાતિનો મુખ્ય ખોરાક ફળ, દાણા અને ગરવાળા ફળો છે. આ પ્રજાતી મોટેભાગે વૃક્ષો પર વસે છે અને વિવિઘ પ્રકારની વનરાજી પસંદ કરે છે. આ પ્રજાતિના પક્ષીઓને લંબ-પૂચ્છ, મધ્યમ-પૂચ્છ અને ફાચરાકાર-પૂચ્છ એેવી જાતીઓમાં વિભજીત કરવામાં આવે છે. ઘણાખરા હરીત કપોત પ્રજાતિના પક્ષીઓમાં નર અને માદાને તેમના રંગ પરથી અલગ ઓળખી શકાય છે.