ચીકુ એક બદામી રંગનું ફળ છે. વૃક્ષશાસ્ત્રની શાસ્ત્રીય ભાષામાં આને મનિલ્કારા ઝાપોટા કહે છે, તેમજ તે સાપોડીલા તરીકે પણ જાણીતું છે. આનું વૃક્ષ નીત્ય લીલું અને લાંબુ આયુષ્ય ધરાવનાર હોય છે. આ ફળ મેક્સિકો, મધ્ય અમિરિકા અને કેરેબિયન ક્ષેત્રનું વતની છે.[૧] ઉ.દા. યુકાટન ના કિનારાના ક્ષેત્રોના મેનગ્રોવ ક્ષેત્રોમાં આ પ્રાકૃતિક રીતે ઉગે છે અને તે ઉપ- અધિપત્ય ધરાવતી પ્રજાતી છે [૨] સ્પેનિશ વસાહત વાદ હેઠળ તે ફીલીપાઈન્સ આવ્યું. આજ કાલ તે ભારત, પાકિસ્તાન અને મેક્સિકોમાં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
ચીકુના ઝાડ ૩૦ મીટર જેટલા ઊંચા ઉગી શકે છે, એત્ના થડનો સરાસરી વ્યાસ ૧.૫ મી જેટલો હોય છે. વાવેતર કરવામામ્ આવતા ચીકુના ઝાડની લંબાઈ ૯ થી ૧૫ મીટર જેટલી હોય છે અને તેના થડનો વ્યાસ ૫૦ સેમી જેટલો હોય છે.[૩] આ વૃઅક્ષો પવન પ્રતિરોધી હોય છે અને તેન થડની છાલમાંથી એક સફેદ ચીકણો લેટેક્સ મળે છે તેને ચિકલ કહે છે. આના પાંદડા ચળકતા લીલા રંગના હોય છે. તેઓ એકાંતરે ગોઠવાયેલા હોય છે, તેમનો આકાર લંબગોળ હોય છે અને તે ૫ થી ૭ સેમી લાંબા હોય છે. આના ફૂલો સફેદ, inconspicuous અને ઘંટ જેવા આકારના હોય છે, જેને છ પાંખડી હોય છે.
આ ફાળ એક લંગગોળાકાર બેરી હોય છે જે ૪-૮ સેમી વ્યાસ ધરાવે છે. દેખાવમાં આ ફળ બટેટાને મળતું આવે છે અને તેમામ્ ચાર થી પાં ચ બી હોય છે. આનો ગર ફીકા પીળા રંગથી લઈને ઘેરા બદામી રંગનો હોઈ શકે છે. આનો ગર હલકો દાણાદાર હોય છે જે પાકેલા પેરને મળતો આવે છે. આના બીયાં કાળા હોય છે જે ચપટા અને લાંબા હોય છે , છેડા પર તે અણીયાળા હોય છે. તેને ગળી જતાં તે ગળામાં ચીરા પાડી શકે છે. આ ફળમાં લેટેક્સની (ગુંદર જેવો પદાર્થ) માત્રા ઘણી વધુ હોય છે તેને ઝાડ પરથી ઉતાર્યા સિવાય તે પાકતાં નથી. પાકતં આ ફળો નરમ પડે છે અને પાકેલા કીવી ફળ જેવા લાગે છે.
આ ફળનો સ્વાદ એકદમ મીઠિ અને મોલ્ટને મળતો આવે છે. ઘણા લોકો માને છે કે આનો સ્વાદ કેરેમલ (બાળેલી સાકર) અને બ્રાઉન સુગર મિશ્રીત પેર જેવો લાગે છે. કાચું ફળ ખાવું ખૂબ અઘરું છે કેમકે તેમાં સેપોનીન ભારે માત્રામાં હોય છે. આ સેપોનીન ટેનીન જેવા ગુણધર્મો ધરાવે છે જે મોઢાને સુકવી દે છે.
આના વૃક્ષો માત્ર ઉષ્ણ કટિબંધ કે હૂંફાળા વાતાવરણમાં જ રહી શકે છે. જો તાપમાન શૂન્યની નીચે જાય તો આ વૃક્ષો મૃત્યુ પામે છે. અંકુરીતે થયા બાદ આ વૃક્ષને પાંચથી આઠ વર્ષમાં ફળો આવે છે. આ વૃક્ષમાં ફૂલો વર્ષ ભર ખીલે છે પણ તેને ફળો વર્ષમાં બે વખત લાગે છે.
ઉત્તર ભારતમાં આને ચીકુ કહેવાય છે.અને પાકિસ્તાનમાં આને ચીકિ અથવા આલુચા કહેવાય છે. દક્ષીણ ભારતીય ક્ષેત્રોમાં આને સાપોટા કહેવાય છે. શ્રીલંકામાં આને સાપાથીલા કે રતા-મી કહેવય છે. પૂર્વી ભારત અને બાંગ્લાદેશમાં આને સોબેદા કે સોફેદા કહે છે. માલદીવ્સમાં આને સાબુદેલી; ઈંડોનેશિયામાં સાવો, પશ્ચિમ સુમાત્રામાં સાઓસ કહે છે. થાઈલેંડલઓસ અને કમ્બોડીયામાં આને માં આને લામૂટ, કહે છે.
આ ફળને ગિયાના અને ટિનિદાદ અને ટોબેગોમાં સાપોડીલા; કોલમ્બીયા, હોન્ડુરસ, એલસાલ્વાડોર, ક્યુબા અને ડોમિનીકન રિપબ્લિકમાં ઝાપોટે; કોસ્ટા રિકા, ક્યુબા, પ્યુર્ટો રિકોમાં નિકારાગુઆ, વેનેઝુએલા, કોલમ્બીયા અને ડોમીનિકન રિપબ્લીકમાં નીસ્પેરો; બહામામાં ડીલ્લી, ફીલીપાઈન્સમાં ચીકો કે ત્સીકો થથ મેક્સિકો, હવાઈ,દક્ષિણ કેલિફોર્નિયા અને દક્ષિણ ફ્લોરિડામાં અને ચિકોસાપોટે કે ચિકોઝાપોટે તરીકે ઓળ ખાય છે. [૪][૫] મલયમાં આને કીકુ કહે છે.
|accessdate=, |date=
(મદદ) ચીકુ એક બદામી રંગનું ફળ છે. વૃક્ષશાસ્ત્રની શાસ્ત્રીય ભાષામાં આને મનિલ્કારા ઝાપોટા કહે છે, તેમજ તે સાપોડીલા તરીકે પણ જાણીતું છે. આનું વૃક્ષ નીત્ય લીલું અને લાંબુ આયુષ્ય ધરાવનાર હોય છે. આ ફળ મેક્સિકો, મધ્ય અમિરિકા અને કેરેબિયન ક્ષેત્રનું વતની છે. ઉ.દા. યુકાટન ના કિનારાના ક્ષેત્રોના મેનગ્રોવ ક્ષેત્રોમાં આ પ્રાકૃતિક રીતે ઉગે છે અને તે ઉપ- અધિપત્ય ધરાવતી પ્રજાતી છે સ્પેનિશ વસાહત વાદ હેઠળ તે ફીલીપાઈન્સ આવ્યું. આજ કાલ તે ભારત, પાકિસ્તાન અને મેક્સિકોમાં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.