dcsimg

બંબોઈ (સર્પ) ( Gujarati )

provided by wikipedia emerging languages

બંબોઈ કે આંધળો સર્પ કે અંધ સર્પ કે સાપનો કણો ( અંગ્રેજી: Bhrahminy Blind Snake કે Brahminy Work Snake; દ્વિપદ-નામ: Indotyphlops braminus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

ઓળખ

દેખાવમાં અળસીયા જેવો લાગતો આ સર્પ લંબાઈમાં ગુજરાતમાં થતા સર્પોમાં સૌથી નાનો છે[૨]. આ સર્પ દુનિયામાં જ્યાં જ્યાં સર્પોનો વસવાટ છે ત્યાં બધે જ જોવા મળે છે. આ સર્પનું શરીર ઉપરના ભાગે કાળાશ પડતું કથ્થાઈ હોય છે અને નિચેના ભાગે આ જ રંગ જરા ઝાંખો હોય છે. મોં અને પુછડી પાસે ધોળાશ પડતા રંગનો હોય છે. મોટાબાગે નિશાચર બિનચર્યા ધરાવે છે. આ સર્પની સરેરાશ લંબાઇ ૧૩ સેન્ટીમીટર જેટલી અને મહત્તમ લંબાઈ ૧૮ સેન્ટીમીટર જેટલી નોંધાઈ છે[૨].

આહાર

ઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[૨].

પ્રજનન

પ્રજનન દરમ્યાન બાફેલા ચોખાના દાણાના કદનાં ૬ થી ૮ ઇંડા મુકે છે. ઈંડામાંથી બહાર નિકળવાના સમયે 3 સેન્ટીમીટર જેટલી હોય છે[૨].

સંદર્ભ

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. p. ૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. p. ૧૪૨.
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

બંબોઈ (સર્પ): Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

બંબોઈ કે આંધળો સર્પ કે અંધ સર્પ કે સાપનો કણો ( અંગ્રેજી: Bhrahminy Blind Snake કે Brahminy Work Snake; દ્વિપદ-નામ: Indotyphlops braminus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો