dcsimg
Image of balsampear
Creatures » » Plants » » Dicotyledons » » Cucumber Family »

Balsampear

Momordica dioica Roxb. ex Willd.

કંકોડા ( Gujarati )

provided by wikipedia emerging languages
 src=
કંકોડા
 src=
કંકોડાનું ફુલ

કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે.

કંકોડા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. કુમળાં કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંકોડાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.

જમીનની નીચે કંકોડાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે[૧][૨]. આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.

સંદર્ભો

  1. "આ ઋતુનું ઔષધ કંકોડા". સંદેશ. ૩૧ જુલાઈ ૨૦૧૬. Retrieved ૨ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. "ચોમાસાના શાકમાં સર્વોપરી કહેવાતાં કંકોડાં". દિવ્ય ભાસ્કર. ૪ ઓગસ્ટ ૨૦૧૨. Retrieved ૨ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

કંકોડા: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages
 src= કંકોડા  src= કંકોડાનું ફુલ

કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે.

કંકોડા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. કુમળાં કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંકોડાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.

જમીનની નીચે કંકોડાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો