આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ 30 ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે.
ભારત અને શ્રીલંકામાં તે પ્રાકૃતિક રીતે ઉગે છે. તે વિશ્વના ઘણા ઉષ્ણકટિબંધીય દેશોમાં બગીચાઓમાં પણ રોપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, ઇન્ડોનેશિયામાં જાકાર્તાના કેટલાક ભાગો અને ટ્રિનિદાદ અને ટોબેગોના કેરેબિયન ટાપુઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
નવા પર્ણો આછા છીંકણી રંગ ના હોય છે. પર્ણો જેમ મોટા થાય છે તેમ આછા લીલાં રંગ ના બને છે, અને છેવટે તે સંપૂર્ણ ઘાટ લીલાં રંગ નાં થાય છે.
વસંતઋતુમાં વૃક્ષ નાજુક તારા જેવા નિસ્તેજ લીલા ફૂલોથી ઢંકાઈ જાય છે. ફૂલો ટૂંકા સમયગાળા માટે ખીલે છે, (સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયા), પરંતુ તે તેમના રંગને કારણે સ્પષ્ટ નથી.
પાંદડા તહેવારો દરમિયાન સુશોભન માટે વપરાય છે. આ વૃક્ષ ભારતભરના બગીચાઓમાં એક મુખ્ય આકર્ષણ છે. વૃક્ષને વિવિધ આકારમાં કાપી શકાય છે અને જરૂરી કદમાં જાળવવામાં આવે છે. ભૂતકાળમાં, મુસાફરીના જહાજો માટે માસ્ટ્સ બનાવવા માટે ફ્લેક્સિબલ, સીધી અને લાઇટ-વેઇટ ટ્રંકનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી વૃક્ષને મસ્ત વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે, વૃક્ષનો ઉપયોગ મોટે ભાગે નાના લેખો જેમ કે પેન્સિલો, ખોખાઓ, દીવાસળીઓ વગેરે બનાવવા માટે થાય છે.[૧]. બીજના તેલમાં એન્ટિ-ઑક્સિડેન્ટ, એન્ટી-લિપોક્સીક્સીજેસ અને એન્ટિમિક્રોબિયલ (વિવિધ ક્લિનિકલ આઇસોલેટ્સ વિરુદ્ધ) પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. [૨]
આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ 30 ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે.